Hostel Boyz - 6

  • 3.5k
  • 1.2k

પ્રસંગ 4 : હોસ્ટેલનું ભૂત પુરાની હવેલીના રૂમો જેવા અમારા રૂમોનો દેખાવ હતો. આમ પણ, અમારા બધાના રૂમોની લાઈટો રાત્રે બંધ થઈ જાય એટલે અમારી હોસ્ટેલ ભુતીયા મહેલ જેવી લાગતી. રૂમમાં બંન્ને સાઇડમાં પલંગ ગોઠવાયેલા હતા અને રૂમના વચ્ચેના એરિયામાં ખાલી જગ્યા આવેલી હતી જેમાં વચ્ચે black color નું એક ચક્કર દોરેલું હતું. અમારા રૂમમાં રાત્રે જ્યારે મહેફિલો જામતી ત્યારે અમે દરરોજ જુદા જુદા વિષયો પર ચર્ચાઓ કરતા. ક્યારેક ફિલ્મની, તો ક્યારેક ક્રિકેટની, ક્યારેક રાજકારણની, તો ક્યારેક Education ની, ક્યારેક ધર્મની, તો ક્યારેક સંસ્કૃતિઓની ચર્ચાઓ કરતા. આ ચર્ચાઓ માટે જુદા જુદા રૂમમાંથી બધા લોકો આવીને અમારા રૂમમાં બેસતા ત્યારે અવાર