વાયરસ 2020. - 3

  • 2.9k
  • 1
  • 1.3k

વાયરસ – ૩ મોબાઈલ હાથમાં લેતા જ પ્રથમ થાપર સર નો મેસેજ સાંભળવાની તાલાવેલી હું રોકી નહિ શક્યો..મેં વોઈસ મેસેજ ઓન કર્યો.“ત્રિવેદી બહુજ દુઃખદ સમાચાર છે. ભારતને એક મોટા સંકટ માટે તૈયાર રહેવું પડશે.અને એ સંકટથી રક્ષણ આપણે ડોક્ટર અને સાયન્ટીસ્ટો જ કરી શકીશું. ચાઈના નાં “ ધ વુહાન ઇન્સ્ટીટયુટ ઓફ વાઈરોલોજી ” છે..જ્યાં ઘાતક વાયરસ પર સંશોધન થાય છે. સમાચાર છે કે એમની લેબ માંથી “કોરોના વાયરસ” લીક થયો છે. સરકાર એકવીસ દિવસનું લોકડાઉન ડિક્લેર કરવાની તૈયારીમાં છે બને એટલું જલ્દી આવો તો સારું.”હું ડોક્ટર થાપરનો મેસેજ સાંભળી હેબતાઈ ગયો. ચાઈનાએ આ પહેલા પણ અમુક વાહિયાત પ્રયોગ કર્યાનાં દાખલા છે