કોરોના કથાઓ - 5

  • 4.3k
  • 2
  • 1.6k

કોરોનાએ કરાવ્યું  સાવ સુમસામ સવાર. સવાર એટલે ઉગતો રવિ અને ફુલગુલાબી  લાલ આકાશમાં ઉડતાં પંખીઓ હોય એવી નહીં, સાડાનવ વાગ્યાની સોનેરી સવાર.  એપ્રિલની શરૂઆત. કલાકમાં તો કોઈ રાક્ષસી દીવાસળી પ્રગટીહોય એવો પીળો અને ધગધગતો દિવસ થઈ જશે.  કોરોનાને કારણે લોકડાઉન હતું. બિનજરૂરી આવજા પર નિયંત્રણ હતું. દર ચાર રસ્તે પીળા કાળા પટ્ટાવાળી રેલિંગ અને વચ્ચેથી એક જ સ્કૂટર જઈ શકે એટલી જગ્યા. કાર હોય તો પોલીસ બેરીકેડ ખસેડે.  મારે રખડવું નહોતું પણ થોડે દુર માસીને ઘેર ત્યાં એક દવા મળતી ન હતી જે મારા ઘર પાસે મળી એ લઈને હું આપવા જતો હતો.  બરાબર ભર લોકડાઉને  બાઇકમાં પેટ્રોલ પણ ઓછું હતું. બાકી સવારે