જગતનો સમ્રાટ (ભાગ-9) આગળના ભાગમાં આપણે જોયું કે જૈનીષ અને દિશાની સ્કુલમાં બધા વિદ્યાર્થીઓને સેમિનાર હોલમાં ભેગા કરવામાં આવે છે, જ્યાં સ્કુલના આચાર્ય નવા સંગીત અને નૃત્યના શિક્ષક આનંદ સર અને મીતાબેનનો પરિચય કરાવે છે. સાથે સાથે શહેરના અનુભવી અને પ્રખ્યાત ટ્રેનર રાજેશભાઈનો પરિચય પણ કરાવે છે જેઓ સ્કુલમાં સ્પોર્ટ્સ અને એથલેટિક્સની ટ્રેનિંગ કરાવશે. બધા વિદ્યાર્થીઓ આનંદ સર, મીતાબેન તથા રાજેશભાઈનું ખૂબ ઉત્સાહથી સ્વાગત કરે છે. સ્પોર્ટ્સ પસંદ કરેલ વિદ્યાર્થીઓ રાજેશભાઈ સાથે સ્કુલના મેદાનમાં જાય છે, જ્યારે સંગીત અને નૃત્યના વિદ્યાર્થીઓને મળવા માટે આનંદ સર સ્ટેજ પર બોલાવે છે. જૈનીષ અને આનંદ સરની પ્રથમ મુલાકાત બાદ આનંદ સરને કઈક અલગ