પ્રતિશોધ પ્રથમ અંક ભાગ:13 ઓક્ટોબર 2019, દુબઈ નિયત સમયે આધ્યા પોતાનાં ઘરેથી એરપોર્ટ જવા માટે નીકળી ગઈ. એ જ્યારે એરપોર્ટ પહોંચી ત્યારે યુસુફ અને રેહાના ત્યાં આવી પહોંચ્યાં હતાં. યુસુફ એક મજબૂત બાંધાનો છ ફૂટ ઊંચાઈ ધરાવતો હટ્ટોકટ્ટો વ્યક્તિ હતો જેને ચહેરા પર આછી દાઢી હતી. યુસુફ અને રેહાના જોડે એક પચ્ચીસેક વર્ષનો દેખાવડો નવયુવક પણ હતો. આધ્યા એને ઓળખતી હતી એ નવયુવક યુસુફનો કાકાનો દીકરો જુનેદ હતો. જુનેદ પણ પોતાની સાથે હિન્દુસ્તાન આવી રહ્યો હતો એ જાણી આધ્યાને આનંદ થયો કે સમીરને શોધવાની એની આ મુહિમમાં એક-એક કરીને એની સાથે વધુને વધુ લોકો જોડાઈ રહ્યાં હતાં. રાઘવ પણ નક્કી