રાઈટ એંગલ - 42

(34)
  • 3.4k
  • 4
  • 1.4k

રાઈટ એંગલ પ્રકરણ–૪૨ ધ્યેયના સવાલથી મહેન્દ્રભાઇ મૂંઝાય ગયા. અત્યાર સુધીના જે સવાલ પૂછાયા તેના જવાબ એમણે જાતે આપ્યાં હતા. પણ હવે જે સવાલ પૂછાયો એના જવાબ એમને ગોખવવામાં આવ્યા હતા. એટલે જ એ યાદ કરવા પડે તેમ હતા. અને તેથી જ એ કન્ફયુઝ થઈ ગયા. ‘જી...મેં ક્યાં ડોકટર બનાવવાની ના પાડી હતી? એ તો એના ટકા આવ્યા નહીં...એટલે...બાકી હું તો ઇચ્છતો હતો...‘ એ જવાબ આપવામાં થોથવાઈ ગયા, ‘મહેન્દ્રભાઈ, કશિશની સાથે ભણતા બે છોકરા કે જેમને કશિશ જેટલાં જ માર્ક હતા તેમને એડમિશન મળે તો કશિશને કેમ ન મળે તેવો તમને સવાલ ન થયો? ‘ ધ્યેયના સવાલથી હવે મહેન્દ્રભાઈ અકળામણ અનુભવી,