શોધ – પુર્નજન્મની ગાથા – પ્રકરણ – ૧૭

(21)
  • 2.9k
  • 2
  • 1.2k

બીજા દિવસે, સવારે ૧૧:૩૦ કલાકે... ‘આપણી તપાસ ક્યાં સુધી પહોંચી છે?’, ઇંસ્પેક્ટરે પોલીસ સ્ટેશનમાં આવતાંની સાથે કોન્સ્ટેબલને પૂછ્યું. લશ્કર પોલીસ સ્ટેશનમાં નીરજની હત્યા અને તેના પહેલા બનેલી ઘટના સાથે મેળ ખાતો હોવાની વાતને સમર્થન મળતાં જ ફાઇલો પરની ધૂળ ઉડવા માંડી હતી. અસંખ્ય કાગળોને તપાસવામાં આવ્યા. આખરે કોન્સ્ટેબલે તે કેસ અને તેને લગતા પુરાવા શોધી નાખ્યા, અને તે દરેક માહિતી સાથે હાજર હતો. ‘આપણી તપાસ પૂરી થઇ ગઇ છે. તમે જે જુના કેસની વાત કરતા હતા, તેમાં પણ અત્યારના કેસની માફક જ હત્યા થઇ હતી.’, કોન્સ્ટેબલે ફાઇલ ઇંસ્પેક્ટર સમક્ષ મૂકી. ‘વેરી ગુડ…!’, ઇંસ્પેક્ટરે પોકેટમાંથી સિગાર