P.I.C.U.ની નાઈટ

  • 3k
  • 866

Happy Doctor's Day આજે બે મહિના પછી ફરીથી PICU પીકુ ની નાઈટ હતી.પીકુ એટલે Pediatric Intensive Care Unit એટલે બાળકોનો તાત્કાલિક સારવાર નો વિભાગ જ્યાં મોટે ભાગે તો બહુજ ગંભીર હાલત માં આવતા બાળકો આવતા હોય.કોઈ થોડા મહીનાઓનું તો કોઈ થોડા વર્ષોનું.નાના નાના કિલ્લોલ કરતા બાળકો એવા સોય થી ગભરાતા હોય અને રાડેરાડ કરી મૂકે.ઘણીવાર તો એની રાડારાડી બંધ કરવા ઊંઘના ઇન્જેક્શન પણ આપવા પડતા હોય જેથી તેઓ શાંત થાય. ડૉ. આઈ.કે.વીજળીવાળાનો પાઠ અમારે અભ્યાસક્રમમાં આવતો એમાં જે લખ્યું એ રીતસર નું દેખાય કે નાના બાળની દોરા જેવી ધમનીમાં સોય માંડ માંડ આવે. નાના બાળકો મોત સાથે જજુમી રહ્યા