દેવલી - 18

(11)
  • 3.1k
  • 1
  • 1.2k

...હવે આગળ.... વર્ષોના વહાણા બાદ લંગોટીયો મિત્ર મહેમાન થતા સુદાનજીના હૈયે હરખ નોતો હમાતો.દેવલી ભણતી તે વેળાએ પરસોતમના આંટા મહિને એકાદ-બે વાર સુદાનજીને ત્યાં હોયજ ! પણ પછી તો દેવલી ગઈ ગામડે મિત્રનો ક્યારેક મળતો મેળાપ પણ ગયો.છેલ્લે દેવલીના કાંણે ગયો ત્યારે મેળાપ થયેલો.પણ, તે વેળાનો મેળાપ સુખનો ન્હોતો; દુઃખમાં ભાગીદાર થવાનો હતો.ત્યારથી માંડીને આજ ઘણા વર્ષો બાદ માયાળું મિત્રનો મેળાપ થતાં સુદાનજીની આંખો હર્ષથી ઉભરાઈ ગઈ.મહિના પહેલા ફોન પર પરશોતમે કહ્યું હતું કે 'કાલ આવું છું.પણ પછી, કંઇક કામ આવી જતા તેને પછી ક્યારેક આવવા કહ્યું હતું ને; આજ, મહિના ઉપર થોડા જમણ જતા પરસોતમે