પ્રથમ મુલાકાત

(31)
  • 4.9k
  • 1
  • 1.3k

તમે એ જ ગામમાં અને એ જ પોસ્ટ ઓફિસમાં નોકરી લાગેલા જ્યાં તમારા પિતાજીને નોકરી કરેલી. એ જ ગામની પોસ્ટઓફિસમાં કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ ને તમારા પિતાજી આપઘાત કરેલો. તમારી મમ્મીના મુખે તમે અવારનવાર આ ગામનું નામ સાંભળેલું. એ જ ગામમાં તમારું પ્રથમ પોસ્ટિંગ યોગાનુયોગ જ ગણાયને અભિષેક કયા કારણસર તમારા પિતાજીએ આપઘાત કરેલો એનું રહસ્ય હજુ અકબંધ છે. તમારા પિતાજી એટલે સાવ સીધું સાદું અને સરળ વ્યક્તિત્વ એમને કોઈનાથી દુશ્મની હોય જ નહીં.કોઈ વ્યક્તિ વેંત નમે તો એ હાથ નમનારા માણસ હતાં.કોઈ એમની હત્યા તો કરે જ નહીં. પણ કયા કારણસર એમણે આત્મહત્યા કરેલી એ કોઈને ખબર નથી.ઘરે