પ્રેમથી પ્રેમ સુધી - પ્રકરણ-૭

  • 2.7k
  • 2
  • 917

પ્રકરણ-૭ દિવસ વીતી ગયા, રાત વીતી ગઈ.. બાગમાં વાવેલા ફૂલ છોડ મોટા થઈ ગયા. "દિવાળી ગઈ હવે ઉત્તરાયણ આવશે ને પછી હોળી.." હોળી શબ્દ બોલતા શબ્દો ઢળવા લાગ્યા.. "હા, હવે ઉત્તરાયણની ક્યાં વાર છે.. કાલ જ છે" જયેશભાઈ હસતા હસતા બોલ્યા.. "હું મારા હાથથી સ્વાદિષ્ટ ઊંધિયું બનાવીને જમાડીશ, ને પછી હું ફીરકી પકડીશને તમે પતંગ ચાગવજો.." ક્યાંક ક્યાંક ઊડતી પતંગને જોતા સરિતાબેન બોલ્યા. હવે તો મોડે સુધી સુવાની ટેવ પડી ગઈ હતી.. રોજ પહેલા સરિતાબેન જાગી જતા અને જયેશભાઈને પ્રેમથી જગાડતા. લગ્ન કરીને આવ્યા પછી નવવધુ ને જેમ ઘરના લોકો સાચવે તેમ જયેશભાઈ સરિતાબેનને સાચવતાં.. આજ પણ