પ્રકરણ – સત્તરમું/૧૭સ્વાતિનું દિમાગ હવે આલોકનું પગેરું મેળવવાની દિશા તરફ સતત કાર્યરત રહેવા લાગ્યું. ક્યાંકથી પણ એક તણખલા માત્ર જેટલી પણ આલોકના અસ્તિત્વની કોઈ હિન્ટ મળી જાય એ આશાના આસરે સ્વાતિએ અદિતીના તમામ ક્લોઝ ફ્રેન્ડસ સાથે આલોકના નામનો ઉલ્લેખ કરીને પુછપરછ કરી લીધી પણ દરેક પાસેથી એકસમાન એકાક્ષરી પ્રત્યુતર મળ્યો, ‘ના’ એ પછી વિષાદની એક હદ વટાવ્યા પછી સ્વાતિને રીતસર તેની જાત પર ચિક્કાર ફિટકાર વરસાવવાનું મન થતાં એમ થયું કે, જો તે રાત્રી એ ડીનર પર તેણે થોડી જીદ કરીને અદિતીને આલોક વિશે પૂછ્યું હોત તો આજે કદાચ.... આટલું વિચારીને સ્વાતિ એક અત્યંત અનન્ય લાચારીભરી લઘુતાગ્રંથિની પીડાથી પીડાવા લાગી.આમ ને