અંતિમ વળાંક - 23

(36)
  • 3.9k
  • 2
  • 1.8k

અંતિમ વળાંક પ્રકરણ ૨૩ “કેટલાંક સબંધો માત્ર તૂટવા માટે જ સર્જાતા હોય છે” બોલીને સ્મૃતિ આંખમાં ઉમટેલા આંસુને છૂપાવવા માટે નીચું જોઈ ગઈ. ઇશાન સમજી ગયો કે સ્મૃતિ તેના મનનો કોઈ અગમ્ય ભાર હળવો કરવા માંગે છે. ઈશાને આજે નક્કી જ કર્યું હતું કે ચાહે દુનિયા ઇધર કી ઉધર હો જાય .. પણ આજે તો સ્મૃતિને ઉર્વશી તરીકે નહી પણ સ્મૃતિ તરીકે જ જોવી છે. “સ્મૃતિ , મને કોઈ હક્ક નથી તમારા અંગત જીવન વિષે જાણવાનો અથવા તો તેમાં ડોકિયું કરવાનો. ” ઇશાનને બોલતો અટકાવીને સ્મૃતિ બોલી ઉઠી “ઇશાન, એમ તો મને પણ ક્યાં હક્ક હતો તમારા અંગત જીવનમાં ડોકિયું