યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૧૪ વૈભવીએ ફરી નંબર જોડ્યો અને ૧૦૧૧ માગ્યો. ‘‘ફોન એન્ગેજ છે મેડમ...’’ ‘‘એન્ગેજ? રાત્રે બાર ને દસે?’’ વૈભવીને ફાળ પડી. એને સૌથી પહેલો વહેમ જાનકી ઉપર પડ્યો. હજી આજે સાંજે જ એને જાનકીએ પૂછ્યું હતું... ‘‘પપ્પાજી તો નહોતા ને ?’’ એણે એ વખતે તો હસીને ટાળી દીધું હતું પણ જો સૂર્યકાંત મહેતા પાછા આવે તો પોતાની સ્થિતિ કફોડી થશે. આવા સમયે એણે પોતાને બચાવવાનો પ્રયાસ કરવો પડે. એને બદલે એ જો સામેથી સૂર્યકાંતને શોધીને, વસુમાની સામે ઊભા કરી દેતો... તો?!!! તો?!!! વૈભવીનું ચિત્ત ચકડોળે ચઢ્યું હતું. એણે મહેનત કરીને સૂર્યકાંતનો પત્તો તો કાઢ્યો, પણ તાજનો