રાઈટ એંગલ - 41

(27)
  • 3.5k
  • 2
  • 1.3k

રાઈટ એંગલ પ્રકરણ–૪૧ ત્રણવાર ડેટ પાછળ ઠેલ્યાં પછી હવે ફાઈનલી ડિસેમ્બરની દસ તારીખે નિતિનભાઈ કોર્ટમાં પોતાના અસીલ સાથે હાજર રહ્યાં. ફરિયાદીની જુબાની પતી ગઈ હતી, હવે આરોપીની જુબાની લેવાની હતી. આજનો દિવસ બેઉ પક્ષ માટે મહત્વનો હતો. ‘ઉદયભાઈ ફિરયાદીનો તમારા પર આરોપ છે કે તમે તમારા પપ્પા મહેન્દ્રભાઈ સાથે મળીને તમારી બહેન કશિશ નાણાવટીને મેડિકલમાં એડમિશન મળતું હોવા છતાં તમે એને સાથે જૂંઠું બોલીને એના પ્રવેશને અટકાવ્યો હતો, તે આરોપ તમને મંજૂર છે?‘ ઉદય સામેનું આરોપનામું કહેવામાં આવ્યું. ઉદય ટટ્ટાર થઈને કઠેડામાં ઊભો હતો, ‘ના..જી..મારી સામેના આરોપ તદ્દન ખોટા તેમજ મનઘડત છે.‘ ‘એટલે તમે એમ કહેવા ઈચ્છો છો કે ફરિયાદીના