"કાલે મને એક સપનું આવ્યું , એક વિચિત્ર સપનું. એક પક્ષી આકાશમાં મસ્તમોલા પાંખો પસારતું અને હવાને ચીરતું ઉડતું હતું. કોઈક વખત પક્ષીઓના ટોળા સાથે તો કોઈક વખત એકલું. હું છત પર બેઠા બેઠા તેની સામે જોતી હતી. ખુલ્લા આભમાં બેફિકરી થી તેને ઉડતા જોઈ મને આનંદ આવતો હતો. થોડી ક્ષણો સુધી મેં તે પક્ષીનું નિરીક્ષણ કર્યું. આટલા મોટા આભમાં તે અમુક મીટરના નિશ્ચિત એરિયામાં જ ગોળ ગોળ ચક્કર લગાવતું હતું. જ્યારે બીજા પક્ષીઓના ટોળા આખા આકાશને પોતાનું ઘર બનાવતા હતા પણ પેલું પક્ષી તે બધાથી અલગ એક જ જગ્યાને જ પોતાનું ઘર સમજી ઉડતું હતું. થોડા સમય બાદ જ્યારે પક્ષીની