પરોપકાર

  • 5.7k
  • 1.9k

આજના સમયમાં માણસ જીવનના દરેક ક્ષેત્રને વ્યવસાયના દૃષ્ટિકોણથી જુએ છે. કામ પોતાના હિતમાં હોય એવું જ કરે છે, પછી ભલે તે બીજાને કેટલું નુકસાન પણ કેમ ના પહોંચાડે. પ્રથમ લોકો છેતરપિંડી અને બેઈમાની દ્વારા નાણાં કમાય છે અને ખ્યાતિ મેળવવા માટે, તેઓ તીર્થસ્થળોને થોડી રકમ દાન આપે છે. પણ તે પરોપકાર નથી. કે આપનાર વ્યક્તિ પણ પરોપકારી નથી.પરોપકારી એટલે તો બીજાનું ભલું કરવું. પરોપકારી એટલે બીજાઓને મદદ કરવી. પોતે દુ:ખ સહન કરીને, તકલીફ વેઠીને પણ બીજાને આનંદમાં, સુખી કરે તે પરોપકારી માનવ. કેટલાક લોકો એવા હોય છે કે કારણ વગર, દોષ વગર બીજાને દુ:ખી કરે છે અને તેના ભોગે પોતે