ફ્રેન્ડ રિકવેસ્ટ

  • 2.3k
  • 1
  • 690

પક્ષીઓ પણ માળામાં ક્યાંક ટૂંટિયું વાળીને સૂતાં હોય એવી શિયળાની એ વહેલી ઠંડી સવાર સવારમાં આંખો ચોળતો હું ઉભો થયો, ઉપરથી બગાસાં કહે મારું કામ, પણ શું થાય નોકરી પર તો જવું જ પડે! માટે જેમતેમ કરી ઉઠ્યો અને ફ્રેશ થવા માટે મુહૂર્ત જોવા મોબાઈલ હાથમાં લીધો, બરાબર એ જ સમયે ફેસબૂકની નોટિફિકેશન ટોન વાગી આમતો આખો દિવસ એની ટીનટીન ચાલુ જ હોય પણ આ સવાર સવારમાં કોણ છે એ જોઈ લેવા મેં ક્લિક કર્યું. ઓહ આ તો દિપાલી, મારી સહકર્મી!! જેને જોઈને મારી ધડકનનો ગ્રાફ ઉપરનીચે થયા કરતો હોય છે, પણ એ કોઈને ભાવ જ નથી આપતી તો મને