છબીલોક - ૧૦ - છેલ્લો ભાગ

  • 4k
  • 1
  • 1.4k

(પ્રકરણ – ૧૦) હસવું તો ત્યારે આવ્યું જયારે કેટલાંક લોકો કેટલાંક દેશોમાં શહેરમાં ઉભાં પુતળાઓને માસ્ક પહેરાવી રહ્યાં હતાં જેથી લોકો માસ્ક પહેરવાની આદત નાંખે. હદ થઇ ગઈ, શહેરમાં પ્રદુષણ હોય ત્યારે એ જરૂરી નહોતું ? શ્વાસ લેવામાં તકલીફ પડી ત્યારે ? કાયમ આ મહાનુભાવોને જ અજમાવવા ? લોકડાઉનથી પ્રદુષણ મુક્ત વાતાવરણમાં કેટલાંક પુતળાઓ વ્યથા કહી રહ્યાં હતાં, રાત્રીના શાંત સમયમાં - કેમ પ્રસંગે જ મને યાદ કરાય છે ? આમ ચાર રસ્તાની વચ્યે મુકાય છે ? જિંદગી આખી દિશા સૂચન કર્યું તમ તારવાં, નહિ આ ચાર રસ્તે ડાબે - જમણે દોરવાં. હાથ અને પગ પણ ક્યાં રાખ્યા છે તમે આ પુતમાં, બચાવી લીધા દોકડા, રાખી ગજવાઓ ધ્યાનમાં. ઋતુઓ, પ્રદુષણ સહન કરવી પડે છે એકજ પોઝમાં , તમે નિરાંતે ઉંઘો છો વાતાનુકૂલ અને ડનલોપમા. કેમ નામ લઇ તરી જવા માંગો છો સાન અને શાનમાં, ઉદાહરણ તો એક સારું બેસાડો આ ગામમાં ? કહેવું છે ઘણું પણ કહી નથી શકતો, પીડા છે ઘણી પણ હવે સહી નથી શકતો !