યોગ-વિયોગ - 13

(315)
  • 30.1k
  • 24
  • 21k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ - ૧૩ અંજલિ કોઈ પણ હિસાબે વસુમા અને ભાઈઓ સાથે હરિદ્વાર જવા માગતી હતી. એની પ્રેગનન્સીની સાવ શરૂઆત હતી. પેટમાં પાણીયે ટકતું નહોતું. ખાવાનું, જ્યૂસ, દૂધ, ફ્રુટ્‌સ- બધું જ નીકળી જતું. થોડી નબળી પણ થઈ ગઈ હતી. એના ડૉક્ટરે એને પ્રવાસ કરવાની ના પાડી, અને સમજાવી કે પ્રેગનન્સીના શરૂઆતના ત્રણ મહિના સાચવી લેવા અનિવાર્ય છે. ત્યારથી જ એનું મન ઉદાસ થઈ ગયું હતું. વસુમા અને ભાઈઓ નીકળ્યા ત્યારે એ ખૂબ રડી. વસુમા અને ભાઈઓ ગયા એ પછી પોતાના ઘરે જઈને એને ફરી ઊલટી થઈ. ભયાનક ચક્કર આવવા માંડ્યાં અને છતાં ટેબલ પર બેસીને એ ક્યાંય