“બાની”- એક શૂટર - ૭

(30)
  • 4.4k
  • 3
  • 2k

“બાની”- એક શૂટર ભાગ : ૭“અરે મને આમ બહાર કેમ બોલાવી? તારા ઘરે મને બોલાવતો કે મારા ઘરે તું આવતો.” બાનીએ કહ્યું અને નાના બાળકની જેમ એક્ટિંગ કરતાં બોલી, “ બાની જલ્દી મને અત્યારે મળો.” “અરે કમોન મારા પણ કોઈ પ્લાન સેટ કરેલા હોય છે. તો પણ હું ટાઈમ કાઢીને આવી છું. હવે બકો યાર ચૂપ કેમ છે?” બાની એકધારુ બોલતી ગઈ.“જો તું ચૂપ રહીશ તો હું કશુંક બકુ ?” લકીએ ગુસ્સાથી કહ્યું.બાની ચૂપ રહી અને લકીએ બોલવાનું ચાલુ કર્યું, “ તને ખબર જ છે અને આપણી બંને ફેમીલીનો પહેલાથી જ એવો વિચાર હતો કે આપણે બંને એકમેકને પસંદ કરીને મેરેજ કરી લઈએ.