પ્રસંગ 1 : હોસ્ટેલનો અલાર્મ અને દૂધ આમ તો, અમે બધા અઘોરી આઇટમ હતા એટલે કે રાતના રાજા. અમારી કોલેજનો ટાઈમ બપોરે હતો એટલે સવારે ઉઠવાનો ટાઈમ નક્કી હોતો નહી. ક્યારે 10 વાગ્યે તો ક્યારેક 11 વાગ્યે. અમારા ગ્રૂપના લોકો દરરોજ સવારે વહેલો અલાર્મ મૂકીને સંકલ્પ લેતા કે અમે લોકો વહેલા ઉઠી જઈશુ પરંતુ દરરોજ સવારે અમારા સંકલ્પો પર પાણી ફરી વળતું. બધા અલાર્મો 5-10 મિનિટના અંતરે મુકતા એટલે એક પછી એક અલાર્મ વાગતા સાથે જ હોસ્ટેલ અમારા અલાર્મોથી ગુંજી ઉઠતી. પરંતુ ખૂબીની વાત એ હતી કે 5-5 અલાર્મ હોવા છતાં અમે ઉઠતા નહીં અને અલાર્મ બંધ કરવાની તસ્દી પણ