દેવલી - 17

(11)
  • 3.2k
  • 2
  • 982

....સૂરજ પોતાની લાલીમાના છેલ્લા શેરડા નીલા અંબર પર વેરી રહ્યો હતો,મંદિરોમાં ઘંટારવનો નાદ અસ્ત થઈ રહ્યો હતો ને પંખીઓનો કલરવ માળામાં પુરાઈને શાંત થઈ ગયો હતો.ડોક્ટર પારુલ સોનીના બંગલા આગળ ત્રણ કાર આવીને ઉભી રહી.ડૉકટર મારું,ડિરેકટર પરમાર અને સોહન-કામિની આમ ત્રણ અલગ-અલગ કારમાંથી ઉતરીને ડૉકટર સોનીના બંગલાના પગથિયા ચડવા લાગ્યા. છૂટા મૂકેલા બ્રાઉન વાળ સાંજની મીઠી વાયરીમાં ફર ફર લ્હેરી રહ્યા હતા,સ્ટ્રીટ લાઈટના આછા પ્રકાશમાં ચહેરા પર ઝળહળ ઝળહળ થતું તેજ,આગંતુકો આવકારવા હોઠ પર રેલાતું ખુશહાલ સ્મિત,ફેશનમાં ભરપૂર માનતા હોવાનું ડોક્ટરની ચાડી ખાતો નાઈટ મેકઅપ; સફેદ સુતરાઉ ગાઉનમાં શોભી રહેલા ડોક્ટર પારુલ સોનીએ