લાગણીઓનું શીતયુદ્ધ - પ્રકરણ 14

  • 2k
  • 804

પ્રકરણ - 14 તમે પોતાને એ સ્થળ પર રોકાવા માટે કદી નહિ રોકી શકો, જ્યાં તમારી ઈચ્છાઓ અને તમારા વિચારોને વ્યક્ત કરવા બદલ રોકવામાં આવતા હોય છે. આંખોમાં આંસુ અને મનમાં ફરી વાર કોઈને પ્રેમ કરવાના પોતાના નિર્ણય પર પસ્તાવો કરી રહેલી નુપૂર પોતાના અપમાનના એ આઘાતને જીરવતાં જીરવતાં, અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટની વેઈટિંગ રો માં ખુરશી પર બેઠી હતી. તેણે હંમેશ માટે અમદાવાદ છોડવાનું નક્કી કર્યું હતું. છેલ્લા બે દિવસમાં તેણે જે કઈં પણ પોતાની સાથે ઘટતા જોયું તે પછી કોઇ પણ અપમાનનો સામનો કરવા માટે હવે તે પૂરતી સક્ષમ ન હતી. અનંતના કડવા વચનોએ તેને સંપૂર્ણ રીતે તોડી