સંબંધોની માયાજાળ_2 (( આગળના ભાગમાં જોયું કે ભૂમિજાનું જીવન કેટલી હદ સુધી બદલાઈ ગયું છે. હસી ખુશી અને આનંદથી જીવનારી છોકરી રોબોટિક લાઈફ જીવતી થઈ ગઈ છે. )) (( પ્રિકેપ )) તેજસ ક્યારનો ફોન કરતો હોવા છતાં પણ ભૂમિજા ફોન રીસિવ નથી કરતી હોતી. સુવા જાય છે ત્યારે સૂતા પહેલાં એક નજર ફોનમાં કરે છે તો એણે ખબર પડે છે કે તેજસના 34 મિસ્ડ્કૉલ છે. અને તેજસના મિસ્ડ્કોલ જોઈને ભૂમિજા તરત જ તેજસને ફોન કરે છે. રાત્રીના ઓલમોસ્ટ 12 વાગી જ ચૂક્યા છે એટલે આશા નથી કે તેજસ ફોન રિસિવ કરે. પણ ખબર નહિ કેમ?? પરંતુ એનું મન કહી રહ્યું