યોગ-વિયોગ - 12

(285)
  • 30.4k
  • 14
  • 21.8k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ - ૧૨ નિરવના મગજમાં મગજમાં વસુમાના ઘરના ડ્રોઇંગરૂમમાં વર્ષોથી એકધારો લટકતો એક બ્લેક ઍન્ડ વ્હાઇટ ફોટો ઝૂલી રહ્યો હતો... એનું મગજ જાણે કામ કરતું અટકી ગયું હતું. “તમે ?!!...” એણે સૂર્યકાંત તરફ એવી રીતે જોયું જાણે હમણાં જ બેભાન થઈ જશે. એ તદૃન બીજી દુનિયામાં હોય એમ અન્યમનસ્ક હતો. ઘડીભર પહેલાંનો રોમાન્સ આ બે રાખોડી આંખોમાં ડૂબવાની-તરવાની ઝંખનાની ક્ષણો અને લક્ષ્મીનું રણકતું હાસ્ય જાણે ભૂંસાઈ ગયું હતું, કાચની દીવાલ પરના ભેજની જેમ. પેલે પારનું દૃશ્ય સ્પષ્ટ થયું હતું અને એ દૃશ્યમાં જે દેખાતું હતું એ મન કે બુદ્ધિ કોઈ માની શકે તેમ નહોતું. “ત...તમે ?!”