પુત્ર પ્રેમ

(25)
  • 9k
  • 1.3k

દીકરીઓ માટે ઘણાં ગીતો છે, પ્રસંગો છે. દીકરા માટે છે પણ કદાચ ઓછાં છે.હું એક પુત્રની માતા છું. મારાં દીકરાએ ક્યારેય ન તો બર્થ ડે ,એનીવરસી મધર્સ ડે વિશ કર્યુ છે કે ન આઇ લવ યુ મોમ કીધું છે. છતાં મારાં માટે એની લાગણી મને અનુભવાય છે. ન બોલીને પણ ઘણું બધું કહેવાય છે એ ભાવના આજે મને સમજાય છે. અમારી વચ્ચે ઘણી મચમચ થાય પણ છે. ક્યારેક ગુસ્સો અણગમો પણ પ્રકટ થાય છે.છતાં એકબીજાની કાળજી ચિંતા રહે. એક અદ્રશ્ય લાગણી નો તાર જાણે એકબીજાને બાંધી રાખતો હોય તેવું લાગે છે.મને દીકરી જોઈતી હતી પણ હવે મને જરાય અફસોસ નથી