પ્રેમની પરીક્ષા

(12)
  • 2.1k
  • 812

વાસંતીને આજે નોકરી મળી ગઈ હતી.. !! હોસ્ટેલમાં બધી ફ્રેન્ડસ સાંજે મળી ચોપાટી પર પાર્ટી કરશે એવું પહેલાથી નક્કી થયું હતું. સાંજે બધાં મળ્યાં ચોપાટી પર ભેગા થયા ત્યારે વાસંતી ખૂબજ ખૂશ હતી!!! ગુજરાતના નાનકડા ગામમાં ઉછરેલી વાસંતી માતા-પિતાનું અવસાન થતાં મુંબઈ મહાનગરીમાં આવી ગઈ હતી.. નાસ્તો કરી લીધા બાદ વાસંતી બીલ આપવા જાય છે ત્યાં પાછળથી અવાજ આવ્યો, મને પાર્ટી નહીં આપો? વાસંતી અવાજની દિશામાં જુએ છે. પાછળ મનિષ સર ઉભા હતા. વાસંતી ચોંકી ઉઠી!! અરે સર તમે અહીંયા ક્યાંથી!! વાસંતીએ કહ્યું. કેમ હું ન આવી શકુ? મનિષે કહ્યું. હા, હા કેમ નહીં આવોને... વાસંતી બોલી.. મનિષ સ્લમ એરીયા