ગાંડી ગીર ને કાચી સડક બાઈક પર જઈ રહેલો વિરલ થોડો ડરી રહ્યો હતો. પહેલી વાર ગીર માં રસ્તા પર થી પસાર થઈ રહ્યો. અમાસ ની તે રાત હતી. પક્ષી અને પ્રાણી નો અવાજ વિરલ ને ડરાવી રહ્યો હતો પણ હિંમત કરી તે બાઈક ચલાવી રહ્યો હતો. રાત ના આઠ વાગી ગયા હતા ને જંગલ નો ગેટ બંધ ન થઈ જાય તે બીક થી બાઈક ફાસ્ટ ચલાવી રહ્યો હતો. સામે ગેટ દેખાતા તેને હાશકારો અનુભવ્યો. ગેટ પર રહેલા અધિકારી ને પાસ બતાવ્યો એટલે વિરલ ને જવા નું કહ્યુ. ભૂખ બહુ લાગી હતી એટલે વિરલે તે અધિકારી ને કહ્યું અહી કોઈ