અંતિમ વળાંક પ્રકરણ ૨૦ બપોરે જમીને ઇશાન પરમાનંદને મળવા આશ્રમ પર પહોંચી ગયો. પરમાનંદ જમીને એક શિષ્યની મદદ વડે હસ્તપ્રક્ષાલન કરી રહ્યા હતા. શિષ્ય પાણીનો જગ લઈને ખંડની બહાર ગયો એટલે પરમાનંદ મંદ મંદ સ્મિત કરતાં બોલ્યા “ ઇશાન, તારી જ રાહ જોતો હતો. મને ખબર જ હતી કે તું અહીં ચોક્કસ આવીશ”. ઇશાનને નવાઈ લાગી તે મનમાં વિચારી રહ્યો... પરમાનંદે જયારે સ્મૃતિની વાત કરી ત્યારે ઈશાને સ્મૃતિને મળવા માટે કોઈ જ ઉત્સુકતા બતાવી નહોતી. છતાં પરમાનંદ ઇશાનની સ્મૃતિને મળવાની તાલાવેલી કઈ રીતે જાણી ગયા હશે? ઈશાને જાણીજોઈને પ્રશ્ન કર્યો.. ”હું અહીં આવીશ જ તેવું અનુમાન તમે ક્યા આધારે લગાવ્યું