જાણે-અજાણે (59)

(47)
  • 3.8k
  • 3
  • 1.9k

સૌરાષ્ટ્ર નું ધગધગતું શહેર રાજકોટ... અમદાવાદ, સુરત અને વડોદરા પછી આવતું ગુજરાતનું ચોથું સૌથી મોટું શહેર - રાજકોટ. એ જ રંગીલું રાજકોટ કે જે જાણે- અજાણે કેટલાય સાંસ્કૃતિક વસ્તુઓથી લોકોને જોડી રાખે છે. કાઠિયાવાડની બોલી, રહેણી કરણી અને વ્યવહારનું સાપેક્ષ નિરુપણ. જીવન જીવવાની કળા દેખાડી રહેતું શહેર... જ્યાં લોકો મોજ અને આનંદને ખરાં અર્થમાં માણી રહે છે... જ્યાં પરંપરાઓ પણ છે અને એ જ પરંપરા સાથે અપનાવી રહેલી નવી રીત અને મોર્ડન રહેઠાણની રીત પણ... હા... એ જ રંગીલા રાજકોટ માં એક રંગ એ વ્યકિત જે ક્યારેક નિયતિ તો ક્યારેક રેવા બની જીવનમાં રંગ પુરતી