સ્કેન્ડિનેવિયાની સફરે –5. કોપનહેગન

  • 3.3k
  • 1
  • 1k

નૉર્વેને ગુડ બાય કર્યું અને અમારા છેલ્લા મુકામ ડેન્માર્કની રાજધાની કોપનહેગન જવા માટેની ફ્લાઇટ પકડી. ત્યાં ઉતરીને અમે અમારા કોપનહેગન કાર્ડ લીધા અને ટર્મિનલમાંથી જ એરપોર્ટ એક્સપ્રેસ ટ્રેઈન પકડીને સીટી સેન્ટર ગયા. અમારી હોટલ સામે જ હતી. અમે પહોંચ્યા ત્યારે લગભગ દસ વાગી ગયા હતા. હોટલ ઘણી ફૂલ હતી એટલે બંકીમભાઇ અને દિલીપભાઈને અપગ્રેડ કરીને સરસ એપાર્ટમેન્ટ આપી દીધા. કોપનહેગન બીજા ઘણા સ્કેન્ડિનેવિયાના શહેરોની જેમ ચાલવા અને સાયકલ ચલાવવા માટે એકદમ અનુકૂળ છે. અમે સવારે ફરવાની શરૂઆત લિટલ મરમેઇડ થી કરી. આમ નજીક લાગતું હતું પણ અડધોએક કલાક ચાલવું પડ્યું. પણ રસ્તાઓ સુંદર અને લગભગ ખાલી હતા અને સવારમાં વાતાવરણ