સાંજ હતી એ અષાઢ મહીના ની. ગર્જના કરતા એ વાદળો સાથે મુશળધાર વરસી રહયા હતા. ધોધમાર વરસતા વરસાદ થી નદી એ જાણે કે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. પ્રચંડ યુદ્ધ હતું એ મેઘરાજા અને ધરતી નું. જાણે કે આભ તુટી પડયું હોય એમ મેઘરાજા નો પ્રહાર ધરતી માટે સહન કરવો મુશ્કેલ બની રહ્યો હતો. અચાનક પ્રગટ થતા ઝરણાઓ ની હારમાળાઓ જાણે કે એના ખળખળ વહેતા અવાજ થી વાતાવરણ ને નવો આકાર આપી રહી હતી. મેઘરાજા એ મન મુકી ને ધરતી ને જળ રૂપી રસ થી તરબોળ કરી મુકી હતી. મુશળધાર વરસાદ માં બાળકો નું એક ટોળું કિલ્લોલ