ક્લિનચીટ - 15

(24)
  • 2.8k
  • 7
  • 1.4k

પ્રકરણ – પંદરમું/૧૫ડોકટર અવિનાશના તેની પ્રતિષ્ઠાથી વિરુદ્ધ પાયાવિહોણા અને ચર્ચાથી વિરોધાભાષી અને સાવ વાહિયાત લાગતા નિવેદનથી શેખરની ભીતરના સુષુપ્ત શંકાસ્પદ વિચારોના શેષનાગ એ ફેણ ઊંચકી. અને ડોકટર અવિનાશ તરફથી અચનાક જ કોઈ સુનિયોજિત ષડ્યંત્રની માયાજાળ પથરાઈ રહી છે, એવો શેખરને ભીતરથી આભાસ થવા લાગતાં તેના અસલી મિજાજમાં આવતાં બોલ્યો,‘સોરી સર પણ જો આપ અત્યારે કોઈ મજાક કરવાના મૂડમાં હો તો પ્લીઝ નાઉ સ્ટોપ ઈટ. કઈંક કેટકેટલાં’ય દિવસ રાતની પારાવાર અસહ્ય માનસિક યાતનાઓ માંડ માંડ પસાર કરીને આ સ્ટેજ પર આવ્યાં છીએ.અત્યારે અમારાં બન્ને માંથી કોઈના માં પણ હવે કોઈપણ સસ્પેન્શને ડાયજેસ્ટ કરવાની સ્ટેમિના નથી. માટે પ્લીઝ હવે...’ તેના આક્રોશને કાબુમાં લઈને