એકતા

  • 8.2k
  • 1
  • 2k

ઘનઘોર જંગલની બહાર એક દિવસ ભયાનક આગ લાગી.ધીમે-ધીમે આગ જંગલ તરફ આગળ વધી રહી હતી.આગ એટલી વિકરાળ હતી કે જંગલમાં વસતા સૌ પશુ, પંખી અને પ્રાણીઓ તહસ મહસ થઈ પોતાના કુટુંબ કબીલા સાથે પોતાનો જીવ બચાવવા આમ તેમ ભાગી રહ્યા હતા.જંગલના રાજા સિંહ પણ આકુળ વ્યાકુળ હતા અને આગ પર કેવી રીતે કાબુ મેળવી શકાય તેના વિચારમાં હતા માટે તેમણે જંગલના પ્રધાન શિયાળને બોલાવીને તાત્કાલિક આગને ભુજવવા માટે પગલાં લેવા કહ્યું. પણ આ શું પહેલેથી જ ફુસ્કી અને બીકણ એવા પ્રધાન શિયાળે તો હાથ ઊંચા કરતા કહ્યું કે મહારાજા જંગલમાં લાગેલી આગે ખુબજ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને મેં