જિંદગીની સાપસીડી

  • 2.9k
  • 832

"મનીષા જલ્દી તૈયાર થઇજા કેટલી વાર કરે છે હમણાં છોકરાં વાળા આવતાં જ હશે. સાવ ઘરમાં ફરતી હોય એમ ડ્રેસ પ્હેર્યો છે પેલો નવો જાંબલી કલરનો છે એ પ્હેર." મનીષાની માં એ બુમ પાડીને મનીષાને કહ્યું. આજે મગનભાઈનાં ઘરમાં થોડી વધારે ચહેલ પહેલ હતી એમની મોટી દિકરી મનીષાને જોવા શહેરથી એક છોકરો આવવાનો હતો. મગનભાઈને બે દીકરીઓ હતી મોટી મનીષા અને નાની કોમલ. મગનભાઈ વિચારીને જ બેઠાં હતાં કે જો આ શહેરનો છોકરો મનીષાને પસંદ કરીલે તો આજે જ ગોળધાણા કરી નાખે. મનીષા સ્વભાવે એકદમ શાંત, શુશીલ અને સંસ્કારી છોકરી હતી. મોટાને