રાજકારણની રાણી - ૩

(51)
  • 7.4k
  • 4.4k

રાજકારણની રાણી- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૩ જતિન ધારાસભ્ય રતિલાલ સાથે વાત કરી રહ્યો હતો ત્યારે બાજુના રૂમમાં બેઠેલી સુજાતા બધું જ સાંભળતી હતી. રતિલાલ જતિનને સાંસદની ટિકિટ અપાવવાની વાત કરી રહ્યા હતા. જતિને એમની વાતને નકારી કાઢી હતી. આજે સાંસદની ટિકિટ મળવી એટલે મોટી વાત હતી. એક નાના શહેરમાંથી સીધા દિલ્હીની ગાદી પાસે પહોંચી જવાની તક હતી. સુજાતાને એ સમજાતું ન હતું કે જતિન આટલા વર્ષોથી રાજકારણમાં પક્ષ માટે મહેનત કરી રહ્યો છે અને જ્યારે લક્ષ્મી ચાંદલો કરવા આવી રહી છે ત્યારે ના પાડી રહ્યો છે. શું તેનો રાજકારણમાંથી મોહ ઊઠી ગયો છે? સુજાતા મનમાં અનેક પ્રશ્ન ઊઠી રહ્યા