ઈવાનઃ 'એક નાનો યોદ્ધા' - 6

  • 3.5k
  • 1.1k

10. ૧૪ દિવસની જર્નીનો અંત આ બાજુ, એક રેડિયો સ્ટેશન પરથી માહિતી મળી આવે છે. જે ઓફિસર ઈવાનને શોધી રહ્યા હતા, તેને આ માહિતી મળે છે. તેને જાણ થાય છે કે સાઉથના જંગલમાંથી રેડિયો સ્ટેશન પર અમુક સિગ્નલ મળી આવે છે. આ સિગ્નલ કોણે મોકલ્યાં એ નવાઈની વાત હતી. અમુક તપાસ કરતાં જણાય છે કે ૧૪ દિવસ પહેલા જંગલમાં રિસર્ચ માટે ગયેલા લોકોએ એક તંબુમાં એ જગ્યાએ ત્યાંથી સિગ્નલ મોકલવા માટેનું યંત્ર મૂકીને આવી ગયા હતા. પરંતુ ત્યાંથી એ યંત્ર દ્વારા નવુ સિગ્નલ કોણે મોકલ્યું એ સૌથી મોટી વાત હતી.