અભાગી..!

(16)
  • 3.3k
  • 989

ઓ.. મારી... માં..! કહેતી તે ઝબકીને જાગી ગઈ..! ફળિયા વચ્ચે એક ખાટલો ઢાળેલો હતો તેના પર માત્ર નામપૂરતું તૂટ્યું ફાટયું ગોદડું અને એ ગોદડાં પર તેની ગરીબીની ચાડી ફૂંકતાં કલરેકલરનાં થિંગડાં પર ગોદડીયા જાડા દોરાથી લેવાયેલા મોટામોટા ટેભા! જાણે કે ગરીબીનો રાક્ષસ દાંત બતાવતો મોટેથી હસી રહ્યો હતો..! એક પરસેવાનું ટીપું માથાં પરથી વહેતું વહેતું નીચે આવી રહ્યું હતું અને રસ્તામાં આવતાં બીજાં નાનાનાના ટીપાંઓ ને પોતાનામાં ભેળવતું વધારે મોટું થતુંથતું તેના નાક પરથી નીચે ટપકયું, ઉનાળાની એ કાળી રાતે નીરવ શાંતિમાં તેનો 'ટપ' કરતો અવાજ પણ તે આશાનીથી સાંભળી શકી, એ ટીપાંને નીચે પડતાંની સાથેજ વૈશાખ મહિનાના તડકામાં