પ્રેમનું ઉર્ધ્વિકરણ

(17)
  • 2.5k
  • 1
  • 596

'બહુ ઉમદા કાર્ય થઈ રહ્યું છે, તમારા તરફથી મિસ્ટર અવિનાશ.' જાણે ઝાંઝરનો મધુર અવાજ રણકતો હોય એમ ખ્યાતિ આવીને બોલી.અવિનાશ પણ બે ઘડી તો જોઈ જ રહ્યો કે આ માધુરી કોણ? ખ્યાતિએ અવિનાશને પોતાનો પરિચય આપ્યો. જ્યા સુધી રહી ત્યાં સુધી તે અવિનાશને જ બિરદાવતી રહી. પરિચય વધતો ચાલ્યો ને પ્રેમમાં પરિણમ્યો. બંનેને લાગ્યું કે અગાધ પ્રેમ એટલે આ જ. બન્ધનમાં તો કોઈને બંધાવું ન હતું, બસ સમયને બાંધી રાખવો હતો પણ સમય કહે હું કાંઈ એમ બંધાવ, ને સમય પોતાની કમાન છટકાવી ચાલ્યો ગયો. ને અગાધ પ્રેમનો સમંદર સુકાઈ ગયો. અવિનાશ તરફથી તો નહીં પરંતુ ખ્યાતિ હવે દુરી બનાવતી ચાલી