ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 9

  • 4k
  • 1
  • 1.3k

બધા જ વિદ્યાર્થીઓ વેકેશનનો તહેવાર સારી રીતે માણી રહ્યા હતા. ક્યારેક ક્રિકેટ, ક્યારેક ફૂટ બોલ, ક્યારેક કબડ્ડી તો ક્યારેક આટીયા પાટીયા. આવી રમતો રમતા રમતા વેકેશન વીતી રહ્યું હતું. એમાં પણ સ્કૂલના ગ્રાઉન્ડમાં છુપી છુપીને જઈને આંબાના ઝાડ પરથી કેરીઓ તોડવી. વેકેશન દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ સ્કૂલના સ્ટાફ સાથે પણ સમય વિતાવતા. કિશન, અક્ષર અને નયનની ગેંગ સાથે ક્રિકેટ રમતા, પાર્થ સરને પણ તેઓ ક્રિકેટ રમવા બોલાવતા, પાર્થ સરને ક્રિકેટ રમવું ખુબ જ ગમતું હતું. એક દિવસ વીરેન સર, પાર્થ સર અને નયન એન્ડ ટીમ અચાનક પાર્કમાં ભેગા થઇ ગયા. “ઓહો, શું વાત છે, આજ તો