ક્લિનચીટ - 14

(25)
  • 3.3k
  • 5
  • 1.3k

પ્રકરણ – ચૌદમું /૧૪વહેલી સવારે ૬:૧૦ ની આસપાસ અચનાક શેખરની આંખ ઉઘડતા જ સૌર પ્રથમ નજર આલોકના બેડ તરફ જતા જ ફાળ પડી. આલોક બેડ પર નહતો એટલે સફાળો બેડ પરથી ઉઠીને આજુબાજુ નજર કરી પણ દેખાયો નહીં એટલે બાલ્કની તરફ જઈને નજર કરી તો બાલ્કનીમાં લોંગ ચેર બેસીને લંબાવેલા બંને પગને બાલ્કનીની પાળ પર ટેકવીને આંખો બંધ કરીને બેઠેલાં આલોકને જોઇને શેખરના શ્વાસ નીચે આવ્યા.એક અજાણ્યા ડર સાથે હળવેકથી આલોક પાસે જઈને માંડ માંડ બોલ્યો, ‘ગૂડ મોર્નિંગ, કેમ આટલો વહેલો ઉઠી ગયો, આર યુ ઓ.કે ?’ આંખો ઉઘાડીને શેખરની સામે થોડીવાર સુધી જોયા જ કર્યા પછી પ્રત્યુતર આપતાં માત્ર એટલું