" વિદાય " ઘણાં વર્ષો પછી દેવેને આ ગામમાં પગ મૂક્યો હતો. લગભગ ચાલીસેક વર્ષ પછી પણ એનું એજ સ્ટેશન એજ ટ્રેઇન એજ વાતાવરણ કંઇજ બદલાયુ ન હતુ. બસ, બદલાયો તો ફક્ત સમય હતો જ્યારે તેણે ગામ છોડ્યું ત્યારે તે એકવીસ વર્ષનો હતો અત્યારે તે એકસઠનો થઇ ગયો હતો. ગાંધીનગર જિલ્લાનું છેક છેવાડાનું આ ગામ, ગામનું નામ કનીજ હતુ. બસ આખા દિવસમાં સવારે સાત વાગે એક જ ટ્રેઇન અહીં આવતી, જેણે જવું હોય કે આવવું હોય તેણે આ જ ટ્રેઇનનો ઉપયોગ કરવો પડે. ગામની વસતી પણ ખૂબ ઓછી. પૈસેટકે પણ બહુ સુખી ગામ નહિ. દેવેન અહીંનો રહેવાસી હતો. આજે તેનો