સંઘર્ષ - ૬

(12)
  • 2.9k
  • 2
  • 864

સવારે મારી આંખો ઊઘડી. સામેની દીવાલ પર ઘડિયાળ હતી. નાનો કાટો દસ પર પહોચવાની તૈયારી માં હતો. મે બીજી જ સેકેંડે સોફીના તરફ નજર કરી. પણ તે ત્યાં ન હતી. રસોડામાંથી પણ કંઈ અવાજ નોહતો આવતો. ફક્ત સીલિંગ પર લાગેલા ફેન નો અવાજ સંભળાતો હતો. મે આખી રૂમ માં ફરી નજર દોડાવી. કંઇક બદલાઈ બદલાઈ ગયેલું લાગતું હતું. રૂમ એકદમ સાફ હતી. કચરા પોતું લગાવેલું હતું અને બીજી નાની મોટી ચીજ વસ્તુ જે આમ તેમ રજળતી હતી તે બરોબર વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હતી. હું આ રૂમ હવે સાફ કરવાનો ન હતો કેમકે મારે થોડા દિવસ પછી ગામડે જ