યોગ-વિયોગ - 10

(303)
  • 32.8k
  • 19
  • 21.3k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ - ૧૦ સૂર્યકાંત જ્યારે ‘શ્રીજી વિલા’ની બહાર નીકળ્યા ત્યારે એમના આખા શરીરે પરસેવો વળતો હતો. પગ પાણી પાણી થતા હતા, આંખે અંધારાં આવતાં હતાં અને હવે કઈ દિશામાં જવાનું છે એની જાણે સૂઝ જ પડતી નહોતી. બહાર આવીને એ થોડી વાર રસ્તા પર એમ જ ઊભા રહ્યા. નમતી બપોરનો ટ્રાફિક પ્રમાણમાં હળવો થઈ ગયો હતો. સૂર્યકાંતને કંઈ સૂઝ્‌યું નહીં એટલે પસાર થતી ટેક્સીને હાથ કરી ઊભી રાખી. બારણું ખોલીને પાછળ બેસી ગયા... “કિધર જાના હૈ ?” ટેક્સીવાળાએ પૂછ્‌યું. “ક્યા ?” સૂર્યકાંતને વિચાર આવ્યો. “ક્યાં જવાનું છે મારે ? જ્યાં જવા માટે આવ્યો હતો...” પછી પ્રયત્નપૂર્વક