વરસાદની એક સાંજ

(12)
  • 2.6k
  • 558

ઘોર અંધકાર છવાઈ ગયું હતું આકાશમાં.. જાણે હમણાં જ આભ ફાટી પડે તેવો વરસાદ વરસી પડે એવી અમદાવાદની પરિસ્થિતિ થઈ ગઈ હતી, માયાએ ઓફિસની બહાર જોયું, તો તે થોડી ડરી ગઈ. આવી સ્થિતિમાં ચાંદખેડા થી મણીનગર જવું થોડું અઘરું હતું. તે ઓફિસમાંથી નીચે આવી.જોયું તો વરસાદ ધોધમાર વરસી રહ્યો હતો, વાદળો ગાજ-વીજ કરીને પોતાના પ્રેમનો ઈઝહાર કરી રહ્યાં હતાં, માયાને મનમાં ને મનમાં ડર સતાવા લાગ્યો કે કઈ રીતે ઘરે જઈશ, કાશ વિકાસ મારી સાથે હોત, એટલામાં સામે છેડેથી અવાજ આવ્યો.. માયા...માયા.. માયા તેને ત્યાં જોઈને ખુશ થઈ ગઈ અને તેના મનમાં થોડી રાહત થઈ કે હવે વરસાદને જેટલું વરસવું