એક માસુમ બાળકી - 5

(15)
  • 2.6k
  • 3
  • 1.3k

આંખના આસું સાફ કરી હાથમાં કપ લઈને હું રસોડામાં ગઈ. વાતોમાં સમય ધણો નિકળી ગયો હતો ને હજું ઘરનું બધું જ કામ બાકી હતું. હું સવારનો નાસ્તો તૈયાર કરવા બેઠી. ફટાફટ ઈડલી સભાર બનાવ્યો ને મમ્મી અને તે છોકરી ને જમવા ટેબલ પર બોલાવ્યા. ચુપચાપ કંઈ બોલ્યાં વગર જ અમે ત્રણેય જમી રહયાં હતા."તારું નામ શું છે..??? જમવાનું પુરું થતા જ મમ્મીએ તે છોકરીને પુછ્યું. હું પણ તેમનું નામ આતુરતાથી જાણવા તેમના ચહેરા સામે જોઈ રહી. "પરી....." પાણી પીતા પીતા તેમને જવાબ આપ્યો ને હું તે નામ સાંભળી સ્તંભ બની ગઈ. એક મિનિટમાં બધું જ વિચરાઈ ગયું