“દીલ” ની કટાર-માં નો ઓછાયો

(21)
  • 5.2k
  • 1
  • 1.8k

“દીલ” ની કટારમાં નો ઓછાયો અમદાવાદ રેલ્વે સ્ટેશને હાંફળો હાંફળો પહોંચ્યો. એકતો ટ્રેઇનનો સમય થઇ ગયો હતો ગુજરાત ક્વીન ઉપડવાને માત્ર પાંચ મીનીટ જ બાકી હતી હજી લાઇનમાં ઉભા રહીને ટીકીટ લેવી બાકી હતી. ચાલતા ચાલતા સ્ટેશનમાં કોઇ વચમાં આવે તોય જાણે ગુસ્સો આવ્યો કે આ મોડું કરાવે છે. મારાંથી નીકળતાં મોડું થયું એ યાદ ના આવે. ટીકીટ બારીએ પહોંચીને જોયું બાપરે લાઇન લાંબી હતી હવે ગભરાયો શું કરીશ ? ટ્રેઇન ઉપડી તો નહીં જાયને અંદર મનમાં ચિંતાનું વલોણું ફરી રહેલું પણ સદનસીબે ટીકીટ આપનાર ઝડપી હતો. મનોમન ઇશ્વરનો પાડ માન્યો જલ્દી નંબર આવી ગયો ટીકીટ લઇને શું દોટ મૂકી