'હલો, ભુપતભાઇ શાહ!' ટેલીફોન ના સામેના છેડેથી અવાજ આવ્યો. 'હા,જય ગોપાલ'. ' યોર સન મિસ્ટર જોય શાહ ઇઝ નો મોર...' અને ફોન કપાઈ ગયો. ભુપતભાઈ ના પગ તળેથી જમીન જ સરકી ગઈ અને બીજી લાઈન પર ચુપચાપ વાત સાંભળી રહેલી દયા નો ભપ દઈને ફર્શ પર માથું પછડવાનો અવાજ આવતા જ ભુપતભાઈ ગળે જીવ રાખી પત્નિ ને હોશ માં લાવવા પાણી ના છટકરા કરવા મથી રહ્યા . શું થયું પોતાના જયેશ ને ? (એને વિદેશ માં જઈ પોતાની નામ જોય કરી નાખેલ) પોતાનો જુવાનજોધ દીકરો આમ અચાનક છોડી ને જતો રેશે એવું કોઈ માં બાપ થી હજમ થવું મુશ્કેલ