નાનકડી સૌમ્યા બાજુવાળા બહારગામ ગયેલાં એટલે એમને ત્યાંથી એક દિવસ સાચવવા માટે મુકી ગયેલાં પોપટને એકીટકે નિહાળી રહી હતી. જેમ પોપટ પાંખો ફડફડાવતો એમ એ ખુશ થઇને તાળીયો પાડતી. પોપટ બોલતો તો પોતે ય એનાં જેમ બોલવાનાં ચાળા પાડી નાચવા લાગતી.. ઘરમાં થોડે જ દૂર સોફામાં બેસીને હાથમાં માળા રાખીને બેઠેલા સૌમ્યાના દાદીમાં કંચનબાં એમનાં દીકરા આયુષને કહી રહયા હતાં. બેટા તારી ઘરવાળીને સમજાવી દે જે.લગનના પાંચ વરસ પછી ય પિયરમાં જ મન ભટકે છે એનું. અહીં મારી પડી ય નથી કાંઈ ને ત્યાં એની માં ને છીંક આવે તો ય ચિંતા કરીને રસોઈ બાળી મૂકે છે મારી. છાપું વાંચવાંમાં